સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજિત અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી વિનયન કોલેજ ચોટીલા દ્વારા સંચાલિત“ચેસ સ્પર્ધા (ભાઈઓ-બહેનો) ૨૦૨૪-૨૫” તા. ૫ ઓગસ્ટ ૨૦૨૪નાં રોજ અત્રેની કોલેજ દ્વારા ચેસ સ્પર્ધા (ભાઈઓ-બહેનો) નું આયોજન કરવામાં આવેલ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.નિયતિ અંતાણી દ્વારા કરવામાં આવ્યું હતું. જયારે કૉલેજના આચાર્યશ્રી ડૉ. હાર્દિક એમ. ગોહિલ સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ડૉ. કમલસિંહ ડોડીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કુલપતિશ્રીએ પ્રાસંગિક અને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. જયારે શા.શિ. નિયામકશ્રી ડૉ. હરીશભાઈ રાબાએ સમગ્ર દિવસ દરમ્યાન હાજર રહી અને સ્પર્ધામાં સ્પર્ધકોને ઉત્સાહ વધાર્યો હતો. તેમજ ચીફ રેફરી તરીકે જયભાઈ ડોડીયાએ તેમનીં સેવા આપી હતી. ચેસ સ્પર્ધાનાં ઓબ્ઝર્વર તરીકે સુશ્રી શ્વેતાબેન દવે ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં SBI સુરેન્દ્રનગરના ચીફ મેનજર શ્રી દીપકકુમાર અને ચોટીલાના બ્રાંચ મેનેજર શ્રી કેતન કુમાર કાછડિયા ઉપસ્થિત રહ્યા હતા. SBI બેંક દ્વારા દરેક સ્પર્ધકને પ્રોત્સાહન રૂપે ગીફ્ટ આપવામાં આવી હતી. સમગ્ર સ્પર્ધાનું સંચાલન આચાર્યશ્રી ડૉ. હાર્દિક એમ.ગોહિલ સાહેબનાં માર્ગદર્શન હેઠળ શારીરિક શિક્ષણ વિભાગના અધ્યક્ષ ડૉ. સંદીપકુમાર વી. વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાં માટે સમગ્ર સ્ટાફ અને NCC/NSSનાં ભાઈઓ-બહેનોનાં યથાર્થ પ્રયત્નથી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ભાઈઓની સ્પર્ધામાં પ્રથમ સ્થાને ઓમ હિતેશભાઈ બાદીયાની બીજા સ્થાને નૈતિક પી. સુતરીયા અને ત્રીજા સ્થાને વિકાસ કુમાર કે. ગુપ્તા રહ્યા હતા અને બહેનોની સ્પર્ધામાં પ્રથમ સ્થાને મહિમા સુરેશભાઈ પરમાર, બીજા સ્થાને અમીબેન આર. કટોડીયા અને ત્રીજા સ્થાને સાહિસ્તા એસ.વાલોરા આંતર યુનિ. સ્પર્ધા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે.